Karuna

કરુણા Vs કરુણા

આ American ચીઝ મારા શરીરને માફક આવી ગઈ છે. સાચું કહો તો, કોને માફક નથી આવતી ? ઈંડિયામાં ભરપેટ અને વજનની ચિંતા કર્યા વગર બિનધાસ્તપણે દેશી ઘી ખાનારા કંઈ એમનેમ અહીં આવીને કેલરી-કોન્સિયશ નથી થઈ જતા!!!

તો આ વણનોતર્યા મહેમાન એવા ચરબીના થરને દૂર કરવા મેં નિયમિત રીતે દોડવા જવાનું નક્કી
કર્યું.મારું હાલનું નિવાસસ્થાન ઓસ્ટીન ટેક્સાસ રાજ્યની રાજ્ધાની છે.અને “હિલ કન્ટ્રી ઓફ ટેક્સાસ” નામે પ્રખ્યાત છે. આમ તો અમેરીકમાં ચોખ્ખાઈ આંખે ઉડીને વળગે એવી હોય છે, પણ રાજ્ધાની હોવાના કારણે ઓસ્ટીનની રોનક કંઈ ઓર જ છે.તો આ ઓસ્ટીનમાં ઠેક-ઠેકાણે “રનિંગ ટ્રેઈલ” એટલે કે દોડવા માટેના ખાસ પટ્ટા છે. શાંત અને રમણીય કોલોરાડો નદીના કિનારે બંને બાજુએ શહેરના એક છેડેથી બીજા છેડે સુધી દોડવાના પટ્ટા હોય અને સરસ મજાના ગીચ વૃક્ષોની વચ્ચેથી પસાર થતા હોય.પાછાં વચ્ચે વચ્ચે પીવાના પાણીના “ફાઉન્ટન્સ” અને નહાવાના “ઓપન શાવર્સ” હોય.દોડ્યા પછી પહેરેલ કપડે ચાલું ચકલી નીચે બેસીએ એટલે ઠંડક લાગે અને થાક ઉતરી જાય.રહી વાત દોડવાની,આ મારા બેટા ધોળિયાઓ દોડે બહુ હોં !!મારી જે અમેરિકન મિત્ર શાનાએ મને “ટ્રેઈલ” બતાવ્યા એ સતત ૧૦-૧૦ માઈલ દોડે.અંદાજે ૧૬.૧ કીલોમીટર.મને થાય ધન્ય છે આ દેશને,જ્યાંની સ્ત્રીઓ પણ આટલી મજબુત છે!આપણાં દેશમાં કદાચ છોકરાં પણ આટલું ના દોડે.વાંક એમનો નથી,વાંક ઊછેરમાં રમત-ગમતને પૂરતું પ્રાધાન્ય ન આપવાનો છે.મને યાદ છે મારી મમ્મીએ મને ઘણી વાર હોમવકૅ બહુ છે,પતશે નહીં કરીને સાંજે રમવા જવાની ના પાડી હોય.શિક્ષકો એક રમત રમીને “સ્કોર કાડૅ” લાવવાનું હોમવકૅ આપે તો કેવું ??!!! હશે,એ વાત જવા દો. હું કે શાના દોડવામાં એક્લા નહોતા,બીજા હજારો લોકો આ “ટ્રેઈલ” પર રોજ દોડવા આવે. મજાની વાત એ કે દોડવું હોય ભલેને ૨ માઈલ પણ એના માટે થઈને ૨૦ માઈલ દૂરથી ગાડી ચલાવીને,પેટ્રોલ બાળીને લોકો આવે.આટલી બધી સ્વાસ્થ્ય અંગે સભાનતા.અને પાછું બીજું કારણ એ કે અહીં તમે ગમે તે રસ્તાની બાજુમાં સાઈડ ઉપર દોડી ન શકો. અમુક રસ્તાઓ પર તો સ્પષટ લખેલું હોય કે “વોકિંગ,રનિંગ,સ્કેટિંગ નોટ અલાઉડ.વાયોલેટર્સ વિલ બી પ્રોસિક્યુટેડ.” એટલું જ નહીં, પોલીસ તમને એ રસ્તા પર ચાલવા બદલ ટિકિટ આપી શકે !!!અને હા,બધા પાછા દોડવા માટેના ખાસ ફિટમ્-ફિટ કપડાં જ પહેરીને આવે.હું જ્યારે પહેલી વખત ગયો તો ત્યારે એક ઘરમાં પહેરવાનું ધોયેલું ટી-શટૅ અને બરમુડા ટાઈપ ચડ્ડી પહેરીને ગયો હતો. આપણને એમ થાય કે માળું હારું દોડવા માટે કંઈ ખાસ ૪૦-૫૦$ ના કપડાં લવાતાં હશે ??!!એટલામાં તો દેશમાં ઘરમાં બધાને સારું એક-એક જોડ દિવાળીના કપડાં આવી જાય !.પણ ભાઈ,દેશ એવો વેશ, અહીં રહેવું તો અહીંના ની જેમ રહેવું.તો જ તમે હળી મળી શકો નહીં તો એકલા અટુલા પડી જાઓ.

એક દિવસ દોડતાં દોડતાં એક નાનો પ્રસંગ આંખે ચઢી ગયો ને યાદ રહી ગયો. એક જુવાન સ્ત્રી-પુરુષ રસ્તાની બાજુ પર ઉભા હતા.પતિ-પત્નીના બદલે સ્ત્રી-પુરુષ સમજીને વાપરુ છું, કારણકે અહીંની સંબંધ સિસ્ટમ આપણા સમજની બહારની છે.જ્યાં સુધી પાકે-પાયે ખબર ના હોય ત્યાં સુધી પતિ-પત્ની કરતાં સ્ત્રી-પુરુષ કહેવું વધુ ઉચિત ગણાય.બંને જણાએ રનિંગ સ્યુટ પહેરેલા હતા.સ્ત્રીને જોતાં જ જણાઈ આવતું હતું કે તે ગભૅવતી છે.પુરુષના હાથમાં પટ્ટો હતો અને એના બીજા છેડે એક નાનું કૂતરું બાંધેલું હતું.નાનું એટલે કેવડું નાનું,ત્રણ વેંતથી વધારે નહીં હોય, વજન બે કિલો તો હદ થઈ ગઈ. હવે બન્યું એવું કે બન્ને જણા વાતોમાં મશગૂલ થઈ ગયા હશે અને એ ભાઈની પટ્ટા પર પક્કડ ઢીલી થઈ ગઈ.કૂતરાં ભાઈ માટે તો ભાવતું તું ને વૈદે કીધું એના જેવો ઘાટ થયો.અને પક્ક્ડ છોડાવીને ફટાક કરતાં દોડ્યા રસ્તા પર.માંડ ૫૦ ફુટ દૂરથી એક ગાડી ખાસ્સી ઝડપથી આવતી હતી, અહીં તો પાછા બધા માઈકલ શૂમાકરના પિતરાઈ ભાઈઓ નહીં !!!! પેલા ભાઈ દોડયા કૂતરાંને બચાવવા અને સમયસર ઊચકીનેં બીજી જ ક્ષણે બાજુ પર ખસી ગયા.કૂતરાં પર ખીજ કાઢવા માટે એને ૨-૩ જોરથી ટપલીઓ મારી હશે.મારી બાજુમાં ઊભેલી શાના કહે,”પુઅર ડોગ,આઈ ફીલ સોરી ફોર હીમ.”બરાબર એજ વખતે મારી નજર પેલી સ્ત્રી ઉપર પડી.જ્યારે એમના વર(કે મિત્ર) પેલા કૂતરાંને બચાવી રહ્યા હતા ત્યારે એણે ખીસામાંથી સિગારેટ કાઢીને સળગાવી.મને થયું આ અમેરિકન માતાને એના ઉદરમાં ઊછરતાં બાળકની ચિંતા નહીં હોય. મેં શાનાને જવાબ આપ્યો “આઈ ફીલ સોરી ટુ.” છે તો બંને કરુણા જ,એક ઈંડિયન અને એક American !!!

લેખક ૨૪ વર્ષીય  ઈલેક્ટ્રીકલ એંજિનિયર છે અને એક મિત્રની પ્રેરણાથી આ પ્રસંગ ટાંક્યો છે.
જિગીષ પરીખ.

Comments welcomed…parikhjigish@gmail.com

Advertisements

11 Responses to “Karuna”

 1. Mansi patel Says:

  અત્યંત અસામન્ય વાત ને અનોખા અંદઝ મા વર્ણવાનિ તમરિ શક્તિ ને દાદ આપવી પડે.સાચે કહુ તો શરુઅત થિ અંત સુધિ જકડિ ને રખે એવી છે.

  so wising you all the best and keep writing…

  mansi

 2. pragna parikh Says:

  lakhvani shailley bahuj saras che…vanchvani bahuj maja avi..dhub pan bahuj saras che..keep it up…eagerly waiting for the next article …

 3. Ami Says:

  Indeed a very good attempt.

  It feels like reading “Navalika” (Short Story). I would have loved to put my comments in Gujarati, but I do not know how to do so.

  Keep the pace up Jigish, you certainly write well. “Bhasha par nu prabhutva kharekhar prashansniya chhe.”

  Good Luck!!

 4. jatin parikh Says:

  kharekhar khub saras lakhhyu chhe. mane khub anand thayo. bhasha par kabu saras chhe. keep it up and keep writing regularly. mane vachvu khub gamshe. fakt chhella fakra ma thodu vistarpurvak lakhyu hot to saru em lage chhe. pratham najre be (two) stri ni vachhe compare karta hoy tem vichar avyo pachi khal avyo ke comparison american stree ane indian purush vachhe chhe. really good article. wish the best for future.

 5. Pratik Maniar Says:

  hi jigish
  this is FANTASTIC …..
  keep it up …
  god bless you .
  JSK.

 6. dipti shah Says:

  bhai taru nam to chaitanya rakhva jevu hatu!khub anand thayo e janine ke mobile addicted aaj ni yuva pedhi ma tara jeva sanvedanshil yuvano chhe jeni ankho jove chhe,hraday dhabke chhe ane khas to chetna jagrut chhe…sarthak kari didhu ke “jyan jyan vase ek gujarati tyan sada kal gujrat”.dil thi prarthna karu ke tari a chetna hamesha jagrat rahe.khub khub dhanyavad tane pan ane yash na bhagidar veermati masi,jatinbhai ane pragnabhabhi ne pan….chetnastrot to e loko pan khara j!

 7. Sujal Mayatra Says:

  Hi tehre bhai,
  It’s quite surprizing to know that you can write such fluent & soft gujarati with such emotinds.
  Keep it up bhai!!!

 8. rupa parikh Says:

  tari najre karuna no tafavat vaanchi maja aavi. tari najar ane harday ma haji hindustani karuna vase chhe teno mane anand chhe. bhasha ma bhul nathi te khub gamyu

 9. tushar maniar Says:

  very nice,bija lekh ma mitra jene sari prerna api ena vishe pan lakhaje……my second blog reply…

 10. bijal Says:

  hi sweetheart,
  u r not in india but still india is beating in ur heart. i really love it.

  પ્રેમી, પાગલ ને પરણેલાં
  રાશિથી ત્રણેય સરખાં,
  સંબંધોના સાજમાં,
  જાણે મૃગજળના સાથમાં.

  સુંદર સૂરીલી સંવેદના,
  અનામી શિખરોના શાખમાં,
  ઝાંઝવાં તણા શમણાં ને
  અમળાઈ ઉઠેલા ઉજાગરાં.

  કોઈ કોરા પગલાની આશમાં,
  મિલનચિત્ર માત્રને ચિતરતાં,
  જીવતરમાં ભૂલ કે ભૂલમાં જીવતર,
  આ જ….
  ‘અવઢવ’ માં એ હંમેશા અટવાતા….

  as per me this poem really suits to ur KARUNA vs. KARUNA

  dear i m really very happy for u.
  u r having very nice grip over gujarti writing which i really dont know.

  i will eagerly wait 4 ur 2nd article.

  any kind of help 4 any topic u need just tell me. i will tell u help u.

 11. parikh khyati Says:

  hi Jigish bahu j saras lakhu che ajj sudhi awu lagtu hatu k Bhupat Vadodria sir jevu koi lakhina shake pan tamaru vanchi ne lagu k tamara lakhan ma pan ajj samaj pratiya ni lagni che ane ek hindustani dil che to have thi jigish parikh nu pan vanchvu gamse so plez keep writting

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s