Western World

વાત પશ્ચિમ ની !!!!

૧૧ ડિસેમ્બેર ૨૦૦૭ની વહેલી સવાર, દેશ રહ્યો અમેરિકા એટ્લે સાચાં કૂક્ડાં તો મળે નહીં !! ઈલેક્ટ્રીક કૂક્ડાં(એર્લામ)થી ઊંઘ ઊડી. ખરું કહો તો આંખોમાં આખી રાત ઊંઘ હતી જ ક્યાં, ૨ વરસે છોકરો જ્યારે પરદેશથી વતન પાછો ફરતો હોય ત્યારે જવાનો ઉત્સાહ પણ આગલી રાતની ઊંઘ હણી લઈ શકે એ તો અનુભવે જ સમજાય. કેટકેટલાં વિચારો મગજમાં દોડતાં હોય.કોની જોડે શું વાતો કરીશ, પેલાં ફલાણાં માસીને બાબો આવ્યો છે એને રમાડવાં જઈશ, ફલાણાં ભાઈની સગાઈ થઈ છે એનો હરખ કરાવવા જઈશ, કોઇના માટે કંઈ લેવાનું રહી નથી ગયું ને, નાની તો નાની પણ દરેક cousin માટે ગિફ્ટ કે ચોક્લેટો આવી ગઈને…..આવું તો કંઈક ચાલતું હોય મગજમાં. લગભગ સાતેક વાગ્યા સુધીમાં હું તૈયાર થઈ ગયો અને દેવેન્દ્ર પણ. હું આગલી રાતથી એના ઘરે આવી ગયો હતો જેથી એને સવાર એરપોર્ટ મૂકી જવું સહેલું પડે. મારી ફ્લાઈટ 11:30ની હતી પણ દેવેન્દ્રને કામે જવાનું હોવાથી મને વહેલી સવારે જ ઉતારી ગયો. લગેજ  ચેક-ઈન કરી, સિક્યુરીટી ચેકના નામે હાથ-પગ ઊંચા-નીચા, આઘા-પાછા કરી થોડી કસરત કરી છેવટે વેઈટીંગ લોબીમાં જઈને બેઠો. લોબી સાવ ખાલી 😦 મારા સિવાય ચક્લુંય નહીં. હવે મારાં જેવા વાતોડિયા/બોલકણાંને આવી એક્લતા તો અસહ્ય થઈ પડે, એટ્લે આજુબાજુ ડાફોળિયાં મારવાનું ચાલું કર્યું. બધી ડ્યુટી-ફ્રી દુકાનો અને ચા-કોફીની કિટ્લીવાળાં હજુ ખૂલ્યાં નહોતાં. (હા હવે, આ Starbucks ને Dunkin Doughnuts બધાં મોર્ડ્ન ચાની કિટ્લીવાળાં !). છેવટે મારી નજર એક સ્ત્રી ઉપર પડી. હાશ !!! હવે ૩ કલાક નીક્ળી જશે અને પછી ફલાઈટ લઈને ઈંડિયા !!!! મેં જ સામેથી પહેલ કરી અને મારો પરિચય આપ્યો. એણે અની ઓળખાણ આપી. Tara Parkinsons એનું નામ. મારા પ્લેનનો સમય થવા સુધી એણે company આપી. વાતવાતમાં એણે કીધું કે એનું કમ્પ્યુટર બગડ્યું છે.મેં સમય બગાડ્યા વગર તરત જ જાણીતા ભારતીય વિવેક સાથે કહ્યું એમાં શું, મૈં હું ના !!! હું કરી આપીશ વિના મૂલ્યે. આમ તો આમેરિકન કે કોઇ પણ ધોળી ચામડીવાળા જલદી આપણી જોડે જલદી હળે-ભળે નહીં, પણ મારા આશ્ચ્રર્ય વચ્ચે તેણે ઓફર સ્વીકારી લીધી અને મને એના ઘરનું સરનામું આપ્યું. અને કહ્યું કે ઈંડિયાથી પાછો આવે ત્યારે આવજે…આમ થઈ મારી અને એની ઓળખાણ…..

ઈંડિયાથી પાછા આવ્યા પછી હું વિચારતો હતો કે એને ફોન કરવો કે નહિં ? શું એ સાચે જ ઈચ્છતી હતી કે હું એના ઘરે જઈને એનું કમ્પ્યુટર રીપેર કરું ? અત્યાર સુધીમાં તો કરાવી પણ લીધું નહીં હોય ? પછી થયું કે આપણે ક્યાં કંઈ ગુમાવવા જેવું છે ? ફોન તો કરવા દે…ખબર પડી કે એ સાચે જ મારા ફોનની રાહ જોતી હતી ! સમય નક્કી કરીને હું શનિવારે એના ઘરે ગયો. સરસ ઊપલા માળ વિનાનું, ૨ કાર ગેરેજ વાળું મોટું ઘર હતું.ઘરથી મોટો તો બગીચો હતો. એના ૧ નહિં, ૨ નહિં પૂરાં ૪ કૂતરાંઓએ ભસી-ભસીને મારું ભાવભીનું સ્વાગત કર્યું. ચારેયનાં કદ્,રંગ,રૂપ કે આકાર એકેયમાં કોઇ જ સરખાપણું નહીં. અને વળી કયું male અને કયું female એતો તારા જ જાણે. તારાએ ઘણાં હોંશથી મને ચારેયનો ઈતિહાસ અને કયું pure breed ને કયું mix-breed છે એવી બધી વાતો કરી. જો કે એમાંનું મને કશું યાદ નથી. છેવટે જ્યારે મેં કમ્પ્યુટર રીપેર કરી નાખ્યું અને જવા માટે ઊભો થતો હતો ત્યારે એણે મને વાત કરી કે મારી મમ્મીના કમ્પ્યુટરમાં પણ લોચા છે. અને પ્રેમપૂર્વક પૂછ્યું કે, શું તું એમના ત્યાં આવીને એ પણ રીપેર કરી આપીશ ? મને એક ક્ષણ માટે એમ થયું કે આતો આંગળી આપો તો પોચો પક્ડે એવી વાત થઈ, પણ પછી બીજી જ ક્ષણે થયું કે આમે શનિ-રવિ ઘરમાં બેસીને ઈન્ટરનેટ પર ફ્રી સાઈટ્સ શોધીને હિંદી ફિલ્મો જોઈને મન અને મગજ બગાડું એના કરતાં કોઇને મદદ કરું એ સારું. એટ્લે મે હસીને હા પાડી. 

એના પછીના અઠવાડિયે અહીં ઓસ્ટીનથી લગભગ ૩૦ માઈલ દૂર હું અને તારા એની મમ્મીના ઘરે ગયાં.૨૫ હજાર એકરમાં ફેલાયેલી ખાસ ઊભી કરાયેલી એ ટાઉન-શીપમાં માત્ર સિનિયર સિટિઝન જ ઘર ખરીદી શકે.તારા એ જણાવ્યું કે ત્યાં ઘણાં બધાં હોલીવુડનાં કલાકારોના માતા-પિતા રહે છે. તારાનાં મમ્મી Janet Cash આશરે સાઠ વરસનાં વિધવા હશે. ઉંચાઈ સારી એવી, ૫’૮” હશે. ઉંમરના લીધે જે સ્વાભાવિક વજન વધ્યું હોય એવું સહેજ જાડું શરીર પણ બીજા અમેરિકન જેવા મદમસ્ત નહિં.બેંતાલાના ચશ્માં હતાં, ટી-શર્ટ અને પેન્ટ સ્ટાઈલના કપડાં હતાં. એમનું ઘર પણ ઘણું જ વ્યવસ્થિત હતું.સજાવેલો મોટો સભાખંડ, એમાં મોટું TV અને એની સામે મોટો સોફા. અત્યાર સુધીમાં મેં જોયેલા Typical અમેરિકન સભાખંડ જેવો જ. એક બીજી વસ્તુ જે પણ Typical હતી એ હતી એક ફોટો-ફ્રેમ.એમાં બધાં ફેમીલી-મેમ્બરોનાં ફોટાં, જોકે આ ફોટો-ફ્રેમની ખાસિયત એ હોય છે કે મેમ્બરો ભંગ કુટુંબનાં સભ્યો હોય. જેમ કે, એમના પહેલા વર અને પહેલાં છોકરાં,બીજા વરથી થયેલી છોકરીના એના પહેલાં વર સાથેના છોકરાં, એજ છોકરીને બીજા વરથી થયેલા છોકરાં…એ બધું જવા દો, અમેરિકન ફેમીલી ગણિત બહુ ભારે છે,મારાં અને તમારાં માટે સમજ્વું અઘરું છે. એજ સભાખંડમાં ખૂણામાં પાળેલાં કૂતરાં-બિલાડાં માટેના પાણી અને ખાવાના બિસ્કિટ માટેના બાઉલ પડ્યા હતા.એ પણ મે અત્યાર સુધીના અમેરિકન ઘરોમાં નોંઘેલી Typical વસ્તુ. આ બધું જરૂરી બિન-જરૂરી બારીક નિરિક્ષણ કર્યા પછી મારું ધ્યાન ગયું કે માજી લાકડીના ટેકે ચાલે છે, અને એમને પગે ખોડ છે.પાછાં ફરતાં મેં તારાને ગાડીમાં પૂછ્યું કે બાને પગે ખોડ છે ? એનો જવાબ વિસ્ફારિત કરી દે એવો હતો.એણે કહ્યું કે હું મમ્મીના પહેલાં વરથી થયેલી છોકરી છું, માના બીજા વર બહુ જ ભયંકર માણસ હતાં, તે હમણાં થોડા સમય પહેલાં જ અવસાન પામ્યા. અને સારું થયું કે મરી ગયા કારણકે તે મારી માને બહુ જ માનસિક અને શારિરીક ત્રાસ આપતાં હતાં.પગની ખોડ એનું જ પરિણામ હતું. વધુમાં જાણવા મળ્યું કે મૂળ માજી બહુ ભણેલાં નહીં અને પહેલું લગન નિષ્ફળ ગયેલ હોઈ, વળી આવકનું કોઇ સાધન ન હોવાથી માજીએ ઘણું બધું ભોગવીને, પીડા સહન કરીને પણ બીજા વરના મ્રુત્યુ સુધી લગન જીવન ટકાવી રાખ્યું. અને મમ્મીની બીજા છૂટા-છેડાં થવાની બીકે, વચ્ચે નહિ પડવાની વિનંતીના લીધે તારા કે એનો ભાઈ કંઈ કરી ના શક્યા. અને દુખી ર્હદયે માને વર્ષો સુધી હેરાન થતી જોઈ રહ્યા. કહેવાતાં સભ્ય અને સુશિક્ષિત અમેરિકન સમાજની આ વાત સાંભળીને હું છ્ક થઈ ગયો.

આ આખી વાર્તા કરવાના મારા બે ઉદ્દેશ્ય છે. પહેલો એ જણાવા કે અસંસ્કારી, અસ્ભ્ય કે ક્રૂર માણસોને નાત,જાત,ધર્મ,રંગ કે શિક્ષણ સાથે કોઈ સંબંધ હોતો નથી. ખાલી આપણાં દેશ કે આપણાં સમાજનાં જ અશિક્ષિત કે પછાત વર્ગમાં આવું બને છે એવું નથી. બીજું એ બતાવવા કે માત્ર આપણાં સમાજમાં જ લગ્નજીવનની કિંમત છે એવું નથી. મેં લોકોને અવું કહેતાં સાંભળ્યા છે કે અમેરિકનોને લગનની કંઈ પડી નથી હોતી. એવું નથી, એમનામાં પણ ગમે તે ભોગે લગ્નજીવન ટકાવી રાખવાવાળા છે. એમને પણ આપણી જેમ જ કુટુંબ અને કુટુંબ-વ્યવસ્થા એટલાં જ વ્હાલાં છે…Comments Welcomed down below or on parikhjigish@gmail.com.

નોંધ : મિત્રનું સાચું નામ બદલેલ છે.

Advertisements

8 Responses to “Western World”

 1. Viral Patel Says:

  Good job man. Keep it on.

 2. parikh khyati Says:

  very few people v can find who really helpfull to others and u r one of them so keep helping

 3. Akash Says:

  cool man, when have u started writting up articles? Anyways its a nice one……keep it up

 4. Mansi Patel Says:

  A very good story and your intentions to write this article were excellent…many people have wrong impression about this so called Western world and this article may change their thinking. Anyways keep writing and keep helping people never ever change….good luck…

 5. jatin parikh Says:

  u should write more frequently. well done. i hope i will read them more frequently.

 6. Tushar Says:

  good job..read gujrati in guj fonts ..feels good.wish you all the best

 7. Hardik Says:

  thts absolutely a very keen observation & understanding of the world around you…..nice thing man…..!!!

 8. Akash Says:

  GOOD WORK MAN,
  kEEP IT UP AND KEEP HELPING

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s